“પ્રાથમિક શાળા માં ભાગવત ગીતા નું જ્ઞાન”

ન્યુઝ ડે નેટવર્ક.
રાજ્યની એક પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓ ને ભગવત ગીતા નું જ્ઞાન આપવાનું શરૂ કરાયું છે.આ ગીતા માં જ્ઞાન નાં કારણે વિદ્યાર્થીઓ માં પરિવર્તન પણ જોવા મળી રહ્યું છે.માહિતી મળ્યા મુજબ આ જ્ઞાન નાં કારણે વિદ્યાર્થીઓ માં શિસ્ત વિકસિત થઈ રહી છે.આ શાળામાં પ્રાર્થના શરૂ થતાં પહેલાં ભગવત ગીતા નું પાઠ કરાવવમાં આવે છે.સૂત્રો ની માનીએ તો ટૂંક સમય માં રાજ્ય સરકાર પણ અભ્યાસ ક્રમ માં ભગવત ગીતા નો અભ્યાસ ઉમેરવામાં આવશે.
આ વાત છે સુરત નાં કતારગામ ની નગર પ્રાથમિક શાળા ની કે જ્યાં પ્રાર્થના પહેલા ભગવત ગીતાના પાઠ કરાવવમા આવે છે.આ પાઠ નાં માધ્યમ થી વિદ્યાર્થીઓ માં શિસ્ત વધી રહી હોવાના દાવા પણ થઈ રહ્યા છે.સંત ડોંગરેજી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ની જીવન શેલી માં પણ આ પહેલ થી સુધારો આવશે તેવી આશા શિક્ષકો ને છે.