“માઉન્ટ આબુ માં માઈનસ 6 ડિગ્રી સાથે ઠંડીનો 20 વર્ષનો રેકોર્ડ બ્રેક”

ન્યુઝ ડે નેટવર્ક.

રાજ્ય માં દરેક જગ્યા હાડ થીજાવતી ઠંડી પ્રવર્તમાન છે ત્યારે પડોસી રાજ્ય અને ગુજરાત ની બોર્ડર નજીક સહેલાણીઓ ની મનપસંદ જગ્યા માઉન્ટ આબુ માં ઠંડીએ 20 વર્ષનો રેકોર્ડ તોડયો છે.માઈનસ 6 ડિગ્રી ઠંડી સાથે માઉન્ટ આબુ માં બરફ ની ચાદર નાં માહોલ વચ્ચે લોકોને કાશ્મીર ની યાદ આવવી સામાન્ય બાબત છે. માઇનસ 6 ડિગ્રી તાપમાન નાં કારણે ગુરુ શિખર પર જવું પ્રવાસીઓ માટે મુશ્કેલ બન્યું છે.હાડ થીજાવતી ઠંડી નાં કારણે સ્થાનિક લોકો ઘણી મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે છતાં પણ પ્રવાસીઓ નાં ઘસારા નાં કારણે હોટેલો પેક છે.ખેતરો માં બરફ ની ચાદર જોવા મળી રહી છે તો વાહનો ઉપર અને મટલાઓ માં બરફ જામી જવાના પણ કિસ્સા બન્યા છે.