“ઠંડી નું જોર ઘટવાની સંભાવના”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ.
રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી નું મોજું ફરી વળ્યુ છે ત્યારે આ ઠંડીનું મોજુ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના 5 માંથી 4 શહેરમાં 11 ડિગ્રીની નીચે થઈ ગયો છે. હજુ 24 કલાક સુધી કાતિલ ઠંડીનું મોટું યથાવત રહેવાની શક્યતા રહેશે. મહેસાણામાં ઠંડીનો પારો સવા ડિગ્રી જેટલો ઘટીને 10.4 નોંધાયો હતો. પાટણનું 9.5 ડિગ્રી અને હિંમતનગરનું 10.7 ડિગ્રી સિઝન નું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતમાં બુધવારે ડીસા ને બાદ કરતા 4 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે રહ્યો હતો. રાજ્યમાં હજુ 24 કલાક કાતિલ ઠંડી રહેવાની આગાહી છે. હાડ ધ્રુજાવતી ઠંડી અને શીત લહેરના ઠંડા પવન ગુરુવારે પણ યથાવત જ રહેશે. આગાહી અનુસાર આવતી કાલ બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડીનું જોર ઘટવાનું શરૂ થશે.