“સ્કૂલોમાં 19 હજાર ઓરડાનું કરાશે સમારકામ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ.
ગુજરાત રાજ્ય માં પ્રાથમિક સ્કૂલ માં ઓરડાની ઘટ અને જર્જરિત ઓરડાઓ નાં સમારકામ ની સ્થિતિ ની સમીક્ષા કરતા સરકાર ની કેબિનેટ બેઠક માં સ્કૂલોની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બજેટ સત્રમાં રાજ્ય સરકારે 19128 હજાર ઓરડાની ઘટ દર્શાવી હતી. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સ્કૂલોના 19 હજાર જર્જરીત ઓરડાને તાત્કાલિક રિપેર કરવામાં આવશે.રાજ્ય સરકારની કેબિનેટની મળેલી બેઠકમાં ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓને તાત્કાલિક રિપેર કરવાનો નિર્ણય કર્યો હોવાનું પ્રવક્તા મંત્રી અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં વધુ કહ્યું હતું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 19 હજાર ઓરડાઓ જર્જરિત હાલતમાં છે જેને રિપેર કરવામાં આવશે.બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ બાબતના પ્રશ્નોમાં એવો જવાબ રજૂ કર્યો હતો કે, સ્કૂલોમાં 19128 ઓરડાની ઘટ છે. આ સાથે એવી પણ સ્પષ્ટતા રાજ્ય સરકારે કરી હતી કે, વર્ષ 2019-20 માં 1742 ઓરડાઓનું બંધ કામ પૂરું કર્યું હતું. જ્યારે વર્ષ 2020-21 માં 972 ઓરડા તૈયાર કર્યા હતા.આમ 19 હજાર ઓરડાની ઘટ અને 19 હજાર જર્જરિત ઓરડાઓ વચ્ચે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અપાઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. કોંગ્રેસે સ્કૂલોમાં ઓરડાની ઘટ અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ મંત્રીએ માહિતી આપી હતી કે વર્ષ 2020-21 માં રાજ્યમાં માત્ર 972 ઓરડા જ બનાવાયા છે. જ્યારે 14 જિલ્લામાં વર્ષ 2020-21 માં એક પણ ઓરડો બનાવાયો નથી. અમદાવાદ જિલ્લામાં સરકારે વર્ષ 2019-20 માં 94 જ્યારે 2020-21 માં માત્ર 25 જ ઓરડા બનાવાયા છે. રાજ્યભરની સ્કૂલોમાં 19 હજાર જર્જરિત ઓરડા તાત્કાલિક રિપેર કરાશે એમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.