ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ.
2 દિવસ અગાઉ ચાણક્યપુરીમાં થયેલી રહસ્યમય હત્યા નો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજેન્દ્ર નવલ નામ નાં શખ્સ ની હત્યા માં તેની પ્રેમિકા નાં પિતરાઈ ભાઈની સંડોવણી નાં ખુલાસા થયા છે. ભાઈએ બહેનના પ્રેમીની હત્યા કરાવવા માટે રૂ .50 હજારની સોપારી આપી હતી.પોલીસે ને 400 ફૂટ દૂરથી લોહીવાળા કપડા મળ્યા હતાં. આ કેસમાં 3 કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરવામાં આવી હતી.ચાણક્યપુરીમાં રેલ્વે ટ્રેક પરથી મળી આવેલી રાજેન્દ્ર નવલના મૃતદેહની ઘટનામાં તેને હત્યા કરવામાં આવી હોવાનું પુરવાર થતાં સોલા પોલીસે ગુનો નોંધ્યો છે. રાજેન્દ્ર ની હત્યા કરનારા 5 આરોપીમાંથી 3 ની ધરપકડ કરી છે. જેમાં એ વાતનો ઘટસ્ફોટ થયો છે કે રાજેન્દ્રને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ થતા યુવતી ના પિતરાઈ ભાઈએ રૂ.50 હજારની સોપારી આપીને રાજેન્દ્રની હત્યા કરાવી હતી. રાજેન્દ્ર કાના રામ નવલનો મૃતદેહ મળ્યો તેનાથી 400 ફૂટ દૂરથી લોહી લુહાણ હાલતમાં રાજેન્દ્ર જેકેટ, શર્ટ અને બંડી મળી આવ્યા હતા. રેલ્વે ટ્રેક સુધીના રસ્તા પર પણ લોહીના નિશાન હતા. સોલા પોલીસે રાજેન્દ્રના ભાઈ પ્રકાશની ફરિયાદના આધારે ખૂનનો ગુનો નોધિ રાજેન્દ્રની હત્યા થઈ તે પહેલા તેને લાકડી અને પથ્થરથી માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. સીસીટીવી ફૂટેજ ના આધારે વિજય પેથાભાઈ ભરવાડ, પ્રવીણ મહેશભાઈ પૂરબીયા અને અનમોલ રાજેશભાઈ યાદવની ધરપકડ કરી હતી.ત્રણેયની પૂછપરછ માં પોલીસને જાણવા મળ્યું હતું કે વિશાલ ખન્ના નામના યુવાનની પિતરાઈ બહેન સાથે રાજેન્દ્રનો પ્રેમ સંબંધ હતો. વિશાલ એ રાજેન્દ્ર અને તેની બહેન સાથે સંબંધ તોડી દેવા કહ્યું હતું રાજેન્દ્ર એ આ વાત માની ન હતી.તેણે યુવતી સાથેનો સંબંધ તોડ્યા નાં હતા. વિશાલ લે વિજય ભરવાડ અને વિજય ઠાકોરને રૂ.50હજારની સોપારી આપીને રાજેન્દ્રની હત્યાના કાવતરામાં હજુ વિશાલ ખન્ના અને વિજય ઠાકોર નાસ્તા ફરતા હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી.