“કળયુગમાં માતાએ જ 2 માસની દિકરીને ફેંકી મારી નાખી”

ન્યુઝ ડે નેટવર્ક.
કલ્પના પટેલ,અમદાવાદ, માં સંતાન સામે ઢાળ બનીને ઊભી હોય છે પરંતુ એક માતા એટલી હદે ક્રૂર થઈ શકે કે પોતાની સંતાન ને મારી શકે એ સાબિતી આપ્યો કિસ્સો કાલે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે બની ગયો. માત્ર 2 જ માસની દીકરી બીમાર રહેતી હોવાથી જનેતા એ જ પોતાની દીકરીને ત્રીજા માળેથી ફેંકી દેતા દીકરીનું કમ કમાટી ભર્યું મોત થયું હતું. પેટલાદના સાવલી ગામમાં રહેતા આસિફમિયાં મલેક અને તેની પત્ની ફરજાનાબાનું પોતાની બે માસની દીકરી અમરીન બીમાર રહેતી હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જન્મજાત બીમારીને કારણે બાળકીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 23 વર્ષીય માતાએ તેમની બે માસની દીકરીને ત્રીજા માળેથી ફેંકી દેતા દીકરીનું મૃત્યુ થયું હતું. શાહીબાગ પોલીસે માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી નાં જણાવ્યા અનુસાર બાળકની તબિયત સારી ન હોવાથી આઇ.સી .યુ માં તેની સારવાર ચાલતી હતી. પણ કયા કારણોસર માતાએ દીકરીને ફેંકી દીધી તે જાણી શકાયું નથી. આ ઘટના પછી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તપાસ કરી માતાની ધરપકડ કરી છે. ફરજાના એ દિકરી ને ત્રીજા માળે થી નીચે ફેંક્યા બાદ પતિ પાસે જઈ દીકરી મળતી નથી એમ કહી તેને શોધખોળ કરવા સમગ્ર હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. તેથી પતિ આશીફે હોસ્પિટલના સીસીટીવી ચેક કરાવતા પત્નીએ જ દીકરીને ફેંકી દીધી હોવાનું અને કોઈને જાણ ન થાય એ માટે દીકરી ખોવાઈ ગઈ હોવાનું ઢોંગ કરતી હોવાનું સામે આવ્યું હતું. ફરજાના ની પૂછપરછ કરતા દીકરી અમરીન જન્મજાત બીમાર હોવાથી તેણે કંટાળીને ત્રીજા માળેથી ફેંકી દીધી હોવાનું કબૂલ્યું હતું.આ બાબતે પતિ આસિફે જ શાહીબાગ પોલીસ સ્ટેશન માં પત્ની ફરજાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.