‘કાંકરિયા માં ધર્મપરિવર્તન માટે પ્રચાર કરતા તત્વો પર લોકોનો રોષ ભભૂક્યો”

ન્યુઝ ડે નેટવર્ક.
અમદાવાદ શહેર નાં રમણીય સ્થળ કાંકરિયા ખાતે ચાલી રહેલા કાર્નિવલ માં ગઈ કાલે ધર્મ પરિવર્તન માટેની કામગીરી ની વાતો વચ્ચે બબાલ થઈ હતી.અમુક વ્યક્તિઓ જેઓ ખ્રિસ્તી ધર્મ ની પત્રિકાઓ વહેચી રહ્યા હતા તેમને ત્યાંના લોકોએ પકડીને લાફા માર્યા હતા. ઉશ્કેરાયેલા લોકોનું આક્ષેપ હતું કે છેલ્લા 4 દિવસ થી ઝુ નાં પ્રવેશ દ્વાર પાસે આ લોકો ખ્રિસ્તી ધર્મ નું પ્રચાર કરતી પત્રિકાઓ વહેચી રહ્યા હતા અને બ્રેન વોશ કરી રહ્યા હતા.બબાલ થતાં પહેલા આ લોકોને ત્યાંના નાગરિકોએ આ બધી પ્રવુત્તિ જાહેર માં નાં કરવાની વાત કરી હતી,તેમને ચર્ચ માં આ કામ કરવા સમજાવ્યા હતા પરંતુ વાત વણસી જતા મામલો મારા મારી સુધી પહોંચ્યો હતો.સાંતાકલોઝ બનેલી વ્યક્તિ પણ આ જ રીતે કાર્યરત હતી જેથી લોકોએ તે વ્યક્તિ ને પણ ત્યાંથી ભગાડ્યા હતાં.એવું પણ આક્ષેપ છે કે વિરોધ કરનારા તત્વો માં વીએચપી અને બજરંગ દળ નો પણ હાથ છે.ઉલ્લેખનીય છે કે કાંકરિયા કાર્નિવલ માં વિવિધ ધર્મ નાં લોકો ઉત્સવ અને ઉજવણી માટે જતા હોય છે ત્યારે આ પ્રકાર ની ગતિવિધિઓ લોકોને ખલેલ પોહોચાડે છે.