ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ
1905 માં માત્ર 20 ની સંખ્યા થી વધીને આજે અંદાજિત 700 નાં આંકડાએ પોહોચેલો વન નો વનરાજ અમદાવાદ થી 160 કિલોમીટર દૂર જ વલભીપુરમાં હોવાના અહેવાલ છે.દક્ષિણ સૌરાષ્ટ્રમાં વિહરતા સિંહ હવે અમદાવાદના જિલ્લા તરફ નજર નાખી છે.એક પ્રકૃતિ પ્રેમી ના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના વલભીપુર પાસેથી વાડીમાં સ્થાયી થયેલો સિંહ છેક અમરેલી જિલ્લાના લાલિયા વિસ્તારનો છે. અને પોતાના નવા રહેઠાણ માટે ત્યાંથી છે વલભીપુર સુધી આવી પહોંચ્યો છે. છેલ્લા 8 માસથી ત્યાં છે તેના પરથી નક્કી કરી શકાય કે સિંહને વલભીપુર નું વાતાવરણમાં ફક્ત આવી ગયું છે. સિંહ હવે છેલ્લા 4 થી5 માસથી વલભીપુર ના આસપાસના ગામોમાં ફરે છે. અને માલ -ઢોરનો મરણ કરતો હોવાના સમાચાર આવતા રહે છે. વેળાવદર નું કાળિયાર અભ્યારણ માં 5 થી 7 કિલોમીટર જ દૂર છે. આ 8 મહિનામાં તેણે એકેય કાળિયાર નું મરણ નથી કર્યું.અહીંના રહીશોમાં નાની -મોટી સમસ્યા તો હોય પણ હવે તેમને સિંહની આદત થઈ ગઈ છે ની ઉંમર આશરે 5 થી 7 રોશની હોવાની મનાઈ છે. તેમજ વન વિભાગના લોકો તેને’ભૂરા’ના નામથી ઓળખે છે. સિંહનું સત્તાવાર નામ અપાયું નથી. પણ વન વિભાગ અમરેલી, ભાવનગર વિસ્તારના ટ્રેકર ને થોડા થોડા દિવસ વલભીપુર ની ડ્યુટી સોંપતા હોય છે. સિંહ વન વિભાગ હસ્તકના વિસ્તારોમાં જ રહે છે. ટૂંક સમયમાં સિંહણ મોકલાશે. વન વિભાગ પહોંચેલો સિંહ યુવાન છે તે મેટિંગ માટે ત્યાંથી પાછા ફરવું ન પડે એ માટે વન વિભાગ દ્વારા એક સિંહણ ને ત્યાં મુકવા માટેની ચર્ચા વિચારણા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સિંહનું સંરક્ષણ કરવું એ વન વિભાગ ની ફરજ થઈ પડે છે. વન વિભાગ દ્વારા સિંહને હેરાનગતિ ન થાય તે માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.