ન્યુઝ ડે નેટવર્ક.
ભારતીય ક્રિકેટ નો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ની કાર ને આજે વહેલી સવારે અકસ્માત નો સામનો કરવો પડ્યો હતો.રિષભ પંત ની મર્સડીઝ કાર ડીવાઈડર સાથે અથડાઇને આગ માં ભસ્મીભૂત થઈ હતી.મળતી માહિતી મુજબ પંત ને પગ માં ગંભીર ઈજાઓ થઈ છે.ઘટના નાં સીસી ટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે લોકો કઈ રીતે રિષભ પંત ને કાર માં થી બહાર કાઢવા મદદ કરી રહ્યા છે.હાલમાં પંતની દેહરાદૂન નાં એક હોસ્પિટલ માં સારવાર ચાલી રહી છે.જ્યાં ડોકટરો દ્વારા કહેવામાં આવ્યું છે કે પંત હવે ખતરા થી બહાર છે પરંતુ રિકવરી થતાં સમય લાગી શકે છે.સારી બાબત એ છે કે પંત ને ક્યાંય ફેક્ચર નથી.આગ નાં કારણે જે ઈજાઓ થઈ છે તેમાં પીઢ માં કદાચ પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેવી સંભાવના છે.બીજી બાજુ બી સી સી આઈ પણ પંત ની હેલ્થ અપડેટ લઈ રહી છે .