“કરચલાની નવી પ્રજાતિ ‘ બેલાયરા પરસિકમ ‘ શોધાઈ”

ન્યુઝ ડે નેટવર્ક.
દેશમાં હાલ 910 દરિયાઈ કરચલાની પ્રજાતિ છે.126 વર્ષ પૂર્વે 5 સંશોધકો ની ટિમે લીધેલા નમૂના ઝુલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયા માં રાખેલા હતા.જેના પર રિસર્ચ કરતા દરિયાઈ કરાચલાની નવી પ્રજાતિ મળી આવી છે.આમ એક નવી પ્રજાતિ નો ઉમેરો સંશોધન દ્વારા થયું છે.
ઓમાન પાસે આવેલા પરસિયાના અખાત અને બંગાળના અખાત માં થી વર્ષો પૂર્વ કરચલાની પ્રજાતિ નાં લીધેલા નમૂના ઝૂલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયા કલકત્તા માં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.ઉત્તર ગુજરાત ની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી નાં પ્રો. ડો જીજ્ઞેશ ત્રિવેદી,નેશનલ યુનિ.સિંગાપુર નાં ડો પીટર,યુનિવર્સિટી ઓફ તેહરાન નાં ડો રેઝા નાડ્રેલું અને ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયા નાં ડો શાંતનુ મિત્રા ની ટિમ દ્વારા સંશોધિત આ દરિયાઈ કરચલા ની નવી પ્રજાતિ મળી છે.
આ નવી પ્રજાતિ નાં નામ રાખવા બાબતે વિચાર કરતા ઇજરાયેલ નાં વેજ્ઞાનિક બેલા ગલિલ આ દરિયાઈ કરચલા ની પ્રજાતિ કુળ – લ્યુકોસીડી પર સંશોધન કરી રહ્યા હતા તેથી તેમના નામ પર થી આ નવી પ્રજાતિ ને બેલાયરા નામકરણ કરવામાં આવ્યું છે.સાથે જ જે નમૂના માં થી નવી પ્રજાતિ મળી હોય તે નમૂના પર્શિયાના અખાત માં થી લવાયાના કારણે પરિસિકમ શબ્દ નામ આગળ ઉમેરવામાં આવ્યું છે.જેથી આ દરિયાઈ કરચલા ની નવી પ્રજાતિ ની નામ બેલાયરા પરીસિકમ આપવામાં આવ્યું છે.