ન્યુઝ ડે નેટવર્ક,
ભારત ના ઈતિહાસ માં એવી કેટલીય તારીખો સુવર્ણ અક્ષરે અંકિત છે જેમાં કેટલાય વીર માનવીઓ થઈ ગયા.એવા જ એક આઝાદી ના નાયક હતા સરદાર ઉધમ સિંહ.
સરદાર ઉધમ સિંહ નું જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯ નાં રોજ પંજાબ પ્રાંત માં થયું હતું.તેઓ ભારત ના સ્વંત્રતા સંગ્રામ નાં મહાન ક્રાંતિકારી નેતા હતા.
સરદાર ઉધમ સિંહ ૧૩ એપ્રિલ ૧૯૧૯ માં અંગ્રેજો દ્વારા રચાયેલ જલિયાવાલા બાગ હત્યાકાંડ નાં પ્રત્યક્ષદર્શી હતા.એવું કહેવાય છે કે તે હત્યા કાંડ માં માર્યા ગયેલા લોકો નાં સાચા આંકડા આજ દિન સુધી સામે નથી આવ્યા. આ ઘટના ને પ્રત્યક્ષ જોનારા સરદાર ઉધમ સિંહ નાં મન પર આ ઘટના ની ઊંડી અસર થઈ .સરદારે ત્યારે જલિયાવાલા બાગ ની માટી હાથ માં લઇ આ ઘટના નાં મુખ્ય ખલ નાયક જનરલ ઓ ડાયર ને સબક શિખવાડવા ની પ્રતિજ્ઞા લીધી.
પોતાના દ્વારા લીધેલી આ પ્રતિજ્ઞા ને પૂર્ણ કરવા કેટલાય વર્ષો સુધી સરદાર ઉધમ સિંહે આફ્રિકા ,નેરોબી, બ્રાંઝીલ અને અમેરિકા નો પ્રવાસ ખેડ્યો. વર્ષ ૧૯૩૪ માં સરદાર ઉધમસિંહ લંડન પોહોચ્યાં અને ત્યાં રહેવા લાગ્યા. ૧ વર્ષ બાદ ૧૯૪૦ માં સરદાર ઉધમ સિંહને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાની તક મળી.જલિયાવાલા બાગ હત્યા કાંડ નાં ૨૧ વર્ષ બાદ ૧૩ માર્ચ ૧૯૪૦ નાં રોજ એક કાર્યક્રમ માં વક્તા તરીકે આવેલા જનરલ ઓ ડાયર ને સરદાર ઉધમ સિંહે પોતાની પાસે રહેલી પિસ્તોલ થી ગોળીઓ મારી મૌત ને ઘાટ ઉતારીને પ્રતિજ્ઞા પૂર્ણ કરી.
સરદાર ઉધમ સિંહ પ્રતિજ્ઞા પૂર્ણ કર્યા બાદ ત્યાંથી ભાગ્યા નહિ પરંતુ ગિરફતાર થવા ઉભા રહ્યા.તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. ૩૧ જુલાઈ ૧૯૪૦ નાં રોજ તેમને પેન્ટન વિલે જેલ માં ફાંસી આપી દેવામાં આવી.તેમના જન્મ જયંતી એ શત શત નમન.