ન્યૂઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ.
ગુજરાતમાં નવી શિક્ષણને લઈને તૈયારી ઓ ચાલી રહી છે ત્યારે
શાળાના પ્રવેશ દ્વાર પર સરસ્વતી દેવીની મૂર્તિ મુકવાનું ફરજિયાત થવું જોઈએ. સરસ્વતી દેવી ના દર્શન કરવાથી શાળાઓમાં શૈક્ષણિક વાતાવરણ ઊભું થશે. બાળકો જ્યારે શાળામાં પ્રવેશ કરશે ત્યારે સરસ્વતી દેવી ના દર્શન કરવાથી એક નવી ઉર્જા અને સકારાત્મકતાનો પ્રવેશ થશે તેવી માંગ ગુજરાત રાજ્યમાં શાળાના સંચાલક મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ને પત્ર લખીને રજૂઆત કરી છે.
સરકારે ગયા સપ્તાહની કેબિનેટમાં શાળાના અભ્યાસક્રમમાં ગીતાનો અભ્યાસક્રમ સમાવેશ કરવાની જાહેરાત પણ કરી હતી. જોકે
શાળાના મંડળના પ્રતિનિધિઓએ લખ્યું છે કે વર્ષ 1972 ના નિયમ મુજબ કોઈપણ શૈક્ષણિક શાળાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં એવું નિયમમાં ઠરાવાયું છે.પરંતુ સામે તર્ક એવો પણ આપવામાં આવ્યો છે કે દેવી સરસ્વતીની મૂર્તિ અને ધાર્મિક શિક્ષણ આપવું એ બંને અલગ અલગ બાબતો છે. સરસ્વતી દેવી વિદ્યાદાત્રી હોવાથી તેમના દર્શન કરીને બાળક શાળામાં જશે તો બાળકની બુદ્ધિ અને વિચારોનું પણ શુદ્ધિ કરણ થશે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સરસ્વતી દેવીનું એક આગવું જ સ્થાન છે.