“જુહાપુરામાં ઘરેથી વેચાતું મેફેડ્રોન ડ્રગ્સનું નું રેકેટ ઝડપાયું”

ન્યુઝ ડે નેટવર્ક.
એસઓજી ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા અનાર્મ એએસઆઈ જગદીશકુમાર સ્ટાફ સાથે પેટ્રોલિંગ પર હતા ત્યારે બાતમી મળી હતી કે, જુહાપુરામાં ૨હેતી પરવીનબાનુ એમડી ડ્રગ્સનો જથ્થો લાવીને પોતાના ઘરમાંથી જ છૂટક વેચાણ કરે છે, જેના આધારે એસઓજીની ટીમે જુહાપુરાના સંકલિતનગર પાસેના છાપરામાં પરવીનબાનુના ઘરે દરોડો પાડ્યો હતો.
તપાસ કરતા ડ્રગ્સનો જથ્થો તે વટવાની સૈયદવાડી ખાતે રહેતા સેજાદખાન પઠાણ પાસેથી વેચાણ કરવા માટે લાવી હોવાનું કબૂલ્યું હતું. આથી એસઓજીની ટીમે સેજાદખાન પઠાણની વિરુદ્ધમાં પણ ગુનો નોંધીને તપાસ આગળ વધારી છે.
જુહાપુરાના સંકલિતનગર વિસ્તાર પાસેના છાપરાંમાં ઘરેથી જ રૂ.૩.૪૯ લાખ નાં મુદ્દામાલ સાથે મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતી મહિલાને એસઓજીની ટીમે ઝડપી પાડીછે. ડ્રગ્સનો જથ્થો વટવાની સૈયદવાડી ખાતે રહેતા યુવક પાસેથી આ મહિલા ડ્રગ્સ નો જથ્થો વેચાણ કરવા લાવી હોવાનું મહિલાએ કબૂલ્યું હતું હતા . મહિલાએ પૂછપરછમાં જણાવતાં એસઓજીની ટીમે તેની
વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ
હાથ ધરી છે.
એસઓજીની ટીમે પરવીનબાનુની વિરુદ્ધમાં ગુનો
નોંધી ડ્રગ્સના જથ્થા સહિત રૂ.3.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.