“આદિત્ય ઠાકરે સામે SIT તપાસ ની સંભાવના”

ન્યુઝ ડે નેટવર્ક,
બોલીવુડ નાં પ્રસિદ્ધ અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ની મેનેજર દિશા સલિયાન ની હત્યા ના કેસ માં વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા કરાવવામાં આવશે તેવી જાહેરાત મહારાષ્ટ્ર નાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.ગત વર્ષે સુશાંત સિંહ રાજપૂતની લાશ પંખા પર લટકતી હાલત માં મળી હતી તે ઘટના નાં એક સપ્તાહ પહેલા જ 8 ની જૂન નાં રોજ દિશા સાલીયાન નું રહસ્યમય સંજોગો માં મૃત્યુ થયું હતું. આ બાબતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે નો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવી માંગણી મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી નાં ધારાસભ્ય નિતેશ રાણે દ્વારા કરવામાં આવી હતી. નોંધનીય છે નિતેશ રાણે દ્વારા ઘણી વખત આ દાવો કરતા રહ્યા છે કે તેમની પાસે આ બાબત માં પુરાવા હોવાના દાવા કરતા રહ્યા છે.