આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
પશ્ચિમ બંગાળ તરફ સર્જાયેલ લો-પ્રેશરની અસરથી આગામી પાંચ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થશે એવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણે વધારે રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પ્રમાણમાં થોડો વરસાદ ૨હે એવી સંભાવના રજુ થઇ છે.
આગામી પાંચ દિવસ દરમિયાન રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, નવસારી, વલસાડ, સુરત સહિતના જીલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાઇ શકે છે. સોમવારે દિવસ દરમિયાન 155 તાલુકાઓમાં વત્તા-ઓછા રાજ્યના 155 પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. જેમાં 23 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. રાજ્યના ઘણાં વિસ્તારોમાં આ સપ્તાહ દરમિયાન વાવણી લાયક વરસાદ થયો છે.