ભલે “પધાર્યાઃ ચોમાસાનો ગુજરાતમાં વિધિવત પ્રવેશ”

ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર
સામાન્ય રીતે ગુજરાતમાં તા.15 જુન આસપાસ ચોમાસાનું આગમન થતુ હોય છે. જોકે, આ વખતે ચોમાસાની પધરામણી બે દિવસ વહેલા થઇ છે. સોમવારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયુ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે, છેલ્લા બે દિવસથી રાજ્યના 50થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાઇ રહ્યો છે. આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર થવાની સંભાવના હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતોએ વ્યકત કરી છે.

ગુજરાતમાં આ વખતે 10 ટકા વરસાદ થશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા થઇ છે, ગઇ વખતે રાજ્યના 33માંથી 14 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. ગઇ સિઝનમાં દેવભુમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. આપણાં ભારત દેશમાં વર્ષ દરમિયાન જે કુલ વરસાદ થાય છે એમાંથી 70 ટકા વરસાદ ચોમાસાના ચાર મહિનામાં વરસી જાય છે. કેરળના દરિયા કિનારે ચોમાસાનું આગમન થાય એ પછી 5 દિવસની અંદર ચોમાસુ સમગ્ર દેશમાં બેસી જાય છે.