ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
એડમીશન માટે સામાન્ય વિદ્યાર્થીઓ જ્યારે વિદ્યાર્થી નેતાઓ પાસે જતા હોય છે ત્યારે છાકટા થયેલા વિદ્યાર્થી નેતાઓ છાત્રાઓ સાથે અણછાજતું વર્તન કરવામાં કિસ્સાઓ ભૂતકાળ નાં પણ સામે આવ્યા છે.આમાં વધુ ઉમેરો કરતો એક કિસ્સો મધ્ય ગુજરાત ની એક ખ્યાતનામ યુનિવર્સિટી માં સામે આવ્યું છે.એક વિદ્યાર્થીની યુનિવર્સિટી નાં કહેવાતા વિદ્યાર્થી નેતા પાસે એડમીશન બાબતે સંપર્ક માં આવી હતી ત્યારે વિદ્યાર્થી નેતાએ વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણીઓ કરવાનું ચાલુ કર્યું હતું.સોશિયલ પ્લેટફોર્મ પર વાત કરતા આ નેતાએ પોતાની હદ વટાવી હતી અને વિદ્યાર્થીની પાસેથી અભદ્ર માંગણીઓ શરૂ કરી હતી.મેસેજ માં જોતા આ વિદ્યાર્થી નેતા નાં કરતૂત અને તેની મંશા સાફ નજરે ચઢે છે.
આ બાબત માં બાયો ચઢાવતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ મેદાને આવ્યું હતું અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની વડોદરા શાખા દ્વારા આ રોમીયોગિરિ નાં રવાડે ચઢેલા આ કહેવાતા વિદ્યાર્થી નેતાને બરખાસ્ત કરવાની માંગ વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી હતી .ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીઓ માં આવા નેતાઓ નો રાફડો ફાટ્યો છે અને અમુક રાજકીય પીઠબળ ધરાવતા નેતાઓ વિદ્યાર્થીનીઓ તરફ બદ ઇરાદા ની નજર રાખી ને જ પોતાને નેતા તરીકે સ્થાપિત કરતા હોય છે.