ન્યૂજ ડે નેટવર્ક,ગાંધીનગર.
દર વર્ષની સરખામણીએ આ વખતે ભારતમાં ચોમાસાનું આગમન વહેલુ થશે એવુ હવામાન વિભાગે જણાવ્યુ છે, કેરળના દરિયાકિનારે ચોમાસાનું આગામન તા.27 મેના રોજ થવાની સંભાવના હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે વ્યકત કરી છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, આ વખતે દેશભરમાં સરેરાશ 99 ટકા વરસાદ પડશે એટલે કે ચોમાસુ સામાન્ય રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતમાં સતત ચાર વર્ષથી ચોમાસા દરમિયાન સામાન્ય એટલે કે સારો વરસાદ નોંધાઇ રહ્યો છે.
કેરળના દરિયાકિનારે સામાન્ય રીતે તા.1 જુન આસપાસ ચોમાસાનું આગમન થતુ હોય છે. ગત વર્ષે તા.3 જુને ચોમાસાનું આગમન થયુ હતુ. જોકે, આ વખતે ચોમાસાનું આગમન વહેલુ થશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા થઇ છે. ભારતમાં વર્ષભર જે કુલ વરસાદ થાય છે એનો 70 ટકા વરસાદ ચોમાસાના ચાર મહિના એટલે કે જુથી સપ્ટેમ્બર સુધીમાં પડે છે. દેશભરમાં સરેરાશ % ટકાથી લઇને 104 ટકા વરસાદ થાય તો એ સામાન્ય એટલે કે સારૂ ચોમાસુ કહેવાય છે.