” સ્વચ્છતા સંસ્કારથી માનવ જાતનું કલ્યાણ થઇ શકે : આચાર્ય દેવવ્રત”

ન્યુઝ ડે નેટવર્ક.
ગાંધીનગર રવિવાર .
ગાંધીનગરના ચિલોડા ગામે સફાઇ થકી શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત ગામમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્ય નાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતું કે સ્વચ્છતા નાં સંસ્કાર થી માનવજાતનું કલ્યાણ થાય છે.પર્યાવરણ ની રક્ષા થાય છે. તેમણે પ્રકૃતિની પવિત્રતા જાળવવી એ સૌ નાગરિકોનું કર્તવ્ય હોવાનું જણાવ્યું હતું.

આઝાદી નાં અમૃત મહોત્સવ અંતર્ગત ચિલોડા ખાતે ગામ માં યોજાયેલા સફાઈ થકી શ્રમદાન કાર્યક્રમ મ રાજ્યપાલે સફાઈ કર્મયોગીઓનું સન્માન કર્યું હતું અને પર્યાવરણ ની રક્ષા માટે વૃક્ષારોપણ કર્યું હતું .તેમને જણાવ્યું હતું કે ગુજરાતી ધરતી મહાપુરુષો ની ધરતી છે,મહાત્મા ગાંધી હંમેશા કહેતા હતા કે સ્વચ્છતામાં ઈશ્વર નો વાસ છે.આજે ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાઓ નું સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યો છે.વર્તમાન માં જળ જમીન અને પર્યાવરણ દૂષિત થઈ ગયા છે.રાસાયણિક ખાતર અને જંતુનાશક નાં બેફામ ઉપયોગ થી જમીન બંજર બની રહી છે.ત્યારે આ અભિયાન દ્વારા ભારત અન્ય માટે પ્રેરણા બનશે.પ્રકૃતિ ને દૂષિત કરવાનું કામ માનવ જ કરી રહ્યો છે જેના લીધે આજે ગ્લોબલ વોર્મિંગ એક પડકાર બન્યો છે.પ્રકૃતિ નાં અસીમિત દોહન નાં કારણે જ વિશ્વ આજે સજા ભોગવી રહ્યું છે.
અભિયાનના આરંભે રાજયપાલે ગામની શેરીની સફાઇ કરી હતી. તેમજ ચરો પણ જાતે ભરીને કચરાપેટીમાં નાખ્યો હતો.