ન્યુઝડે નેટવર્ક, ગાંધીનગર
ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેની અસરથી વાદળછાયા વાતાવરણ સાથે પવનની ગતિ વધી છે, રાજસ્થાન તેમજ તેમજ રણપ્રદેશની નજીક આવેલા વિસ્તારોમાં ધૂળની ડમરીઓનું પ્રમાણ વધ્યુ છે, અમુક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. આ ચોમાસાની ગતિવિધી નથી પણ રાજસ્થાન તરફ સર્જાયેલા હવાના દબાણના કારણે આ પલટો આવ્યો હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.
સતત અને તેજ પવનના કારણે બાજરી અને તલ જેવા ઉનાળુ પાકો આડા પડી જવાની ચિંતા વધી છે, કેરળના દરિયા કિનારે આગામી સપ્તાહે ચોમાસાનું વિધિવત આગમન થાય એવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. આ બાદ જુનના બીજા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના છે, આ વખતે પણ સારા ચોમાસાની આગાહી હવામાન વિભાગ દ્વારા થઇ છે.