“એસ જી હાઇવે ખાણી પીણી જગ્યાઓ પર ડ્રગ્સ વેચતો વધુ એક પેડલર ઝડપાયો”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર.
યુવાનો ને ભરડામાં લેવા તત્પર એવું નશા નું કારોબાર પકડવામાં આજે ક્રાઇમ બ્રાન્ચ ને ફરી સફળતા મળી હતી.એસ જી હાઇવે પર સરખેજ મામલતદાર કચેરી પાસે એમ ડી ડ્રગ્સ નું વેચાણ કરતો યુવાન પકડાયા બાદ ક્રાઇમ બ્રાન્ચે બ્રાન્ચે એસ જી હાઇવે ની મીટીંગ પોઇન્ટ પર ડ્રગ્સ નું વેચાણ કરતા વધુ એક યુવક ની ધરપકડ કરી છે.
ઝડપાયેલો પેડલર ફતેવાડી માં રહેતો સોહેલ મન્સૂરી નાની મોટી 6 ઝીપર બેગ માં 7 લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.સોહેલ આ ડ્રગ્સ રામોલના આમીન નામના વ્યક્તિ પાસે થી વેચાણ માટે લાવતો હતો.સોહેલ આ ડ્રગ્સ નો એસ જી હાઇવે,મકરબા,જુહાપુરા અને ફતેવાડી વિસ્તાર માં મોડી રત સુધી વેચાણ કરતો હતો.
ક્રાઇમ બ્રાન્ચ ને માહિતી મળી હતી કે સરખેજ 100 ફૂટ રોડ પર અલ બુર્જ ટાવર પાસે એક પેડલર ડ્રગ્સ વેચી રહ્યો છે.ક્રાઇમ બ્રાન્ચ નાં પી આઈ બારડ અને ટીમ સરકારી અધિકારીઓને પંચ તરીકે સાથે રાખી અલ બુર્જ ટાવર પાસે વોચ ગોઠવી હતી.બાતમી અનુસાર નો વ્યક્તિ અતિફ રો હાઉસ તથા નીમ રો હાઉસ માં રહેતો 19 વર્ષનો સોહેલ જાબિર મન્સૂરી ઝડપાયો હતો.
સોહેલ ની તપાસ કરતા તેની પેન્ટમાં જમણી બાજુના ખિસ્સા માં થી આછા બ્રાઉન કલર ના પાઉડર જેવો પદાર્થ અને એક મોટી ઝિપર નાની પાંચ ઝિપર મળી હતી.
સોહેલ પાસે થી મોટી ઝીપર માં 49.70 ગ્રામ ડ્રગ્સ ઉપરાંત નાની પાંચ ઝિપર બેગમાં 4.26,4.32,4.34,4.29 અને 4.37 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો મળ્યો હતો.સોહેલ પાસેથી 7.12 લાખ કિંમતનું એમ ડી ડ્રગ્સ મળ્યું હતું.મોબાઈલ પર સંપર્ક કરી આ જથ્થો રામોલ નાં આમીન નામના શખ્સ થી વેચાણ માટે આ ડ્રગ્સ લાવી સોહેલ એસ જી હાઇવે અને આસપાસ નાં ખાણી પીણી જગ્યાઓ માં વેચતો હતો.આ ઉપરાંત સોહેલ પાસે થી 29600 રોકડ તેમજ 2 મોબાઈલ પણ કબ્જે કરવામાં આવ્યા છે.