ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર.
ભારત ના સાંસ્કૃતિક વારસા ની અમૂલ્ય ધરોહર એટલે ભારત નાં અંતિમ સમ્રાટ પૃથ્વીરાજ ચોહાણ.પોતાના સમય નાં એક તેજસ્વી રાજા.મોહમ્મદ ગોરી ને 16 વાર પરાજિત કરી જીવતા છોડનારા મહાન દિલ વાળા પૃથ્વી રાજ ચોહાણ હતા.
19 મે 1149 માં અજમેર માં જન્મેલા મહાન સમ્રાટ નું શાસન 1178 થી 1192 સુધી રહ્યું હતું.પિતા સોમેશ્વર ચોહાણ નાં નિધન પછી નાની વયમાં જ પૃથ્વીરાજ પર શાસન સહિત બધી જ જવાબદારીઓ આવી પડી હતી.અજમેર અને દિલ્લી માં એમનું શાસન હતું.પૃથ્વીરાજ દિલ્લી પર શાસન કરનાર છેલ્લા સ્વતંત્ર હિન્દુ શાસક હતા.રાય પીથોરા નાં નામ થી પ્રસિદ્ધ આ રાજાએ પોતાના સમય માં કેટલાય રાજાઓ ને મ્હાત આપી હતી.
પૃથ્વી રાજ નું એમની પત્ની સયોંગીતા સાથેનું પ્રેમ એક ઇતિહાસ છે અને દુર્ભાગ્ય છે કે અકબર – જોધા નું પ્રેમ સ્થાપિત કરનારા આ પ્રેમ વિશે અજાણ છે.
પૃથ્વીરાજ બાળપણથી જ યુદ્ધ કળામાં નિપુણ હતા. શબ્દભેદી બાણ વિદ્યા માં એમને મહારથ હતું.જેનાથી અજાણ મોહમ્મદ ઘોરી એમના શબ્દ ભેદી બાણ નો અંતિમ શિકાર બન્યો હતો.
મોહમ્મદ ઘોરી ભારત માં વિવિધ સ્થળોએ આક્રમણ કરતો કરતો છેક પૃથ્વી રાજ ની શાસન સુધી પોહિચી ગયો ત્યારે પૃથ્વી રાજ નો ક્રોધ ભભૂકી ઉઠયો.એવું કહેવાય છે તરાઈ નાં બીજો યુદ્ધ પૃથ્વી રાજ અને જયચંદ વચ્ચે ચાલતું હતું ત્યારે અંદરો અંદર લડાઈ જોઈ મોકાનો લાભ ઉઠાવીને એક અફઘાની જેહાદી ઘુસપેઠિયો મોહમ્મદ ઘોરી ભારત માં પ્રવેશી ગયો.
મોહમ્મદ ઘોરી પૂર્વી પંજાબ નાં ભટિંડા સુધી કિલેબંધી કરી લીધી હતી જે હકીકત માં પૃથ્વી રાજ નો સીમાંત પ્રાંત હતો.હિન્દુઓ યુદ્ધ નાં નિયમો નું પાલન કરવા ટેવાયેલા હતા જેથી સૂર્યાસ્ત પછી રાત્રે અને સૂર્યોદય પહેલા યુદ્ધ નાં કરવું એમાં માનતા હતા.પરંતુ અફઘાની જેહાદીઓ આ પરિસ્થિતિઓ નું લાભ ઉઠાવી રાત્રે જ આક્રમણ કરતાં.
મોહમ્મદ ઘોરીએ પણ એક વાર રાત્રે જ આક્રમણ કર્યું અને જયચંદ ની મદદ માંગી પરંતુ ત્યારે પૃથ્વીરાજ નાં હાથો થી મરવા ના ભય માં જયચંદ દ્વારા એ માંગણી ઠુકરાવી દેવામાં આવી.આ બધા ની પરવાહ કર્યા વગર પૃથ્વીરાજ ની સેના નીડર થઈ ભટિંડા તરફ આગળ વધતી રહી.પ્રાચીન શહેર થાનેશ્વર નજીક તરાઇ માં શત્રુ સેન્ય સાથે સામનો થયો, ભીષણ યુદ્ધ જામ્યો,જિદ્દી અને શૂરવીર હિન્દુઓ ને કારણે આખરે પૃથ્વીરાજ નો વિજય થયો અને મોહમ્મદ ઘોરી ને એની સેના રણભૂમિ માં એકલો છોડીને ભાગી ગઈ.
મોહમ્મદ ઘોરી ને બાંધીને પૃથ્વી રાજ નાં દરબાર માં લાવવામાં આવ્યું અને ત્યાં ઘોરી એ ઘૂંટણિયે બેસીને દયા ની ભીખ માંગી.વેદિક ભારત માં માનનાર પૃથ્વી રાજે ઘોરી નાં વિદેશી હોવાના કારણે એને માફ કર્યો.
ત્યાર બાદ કુલ 15 વખત ઘોરિએ આક્રમણ કર્યું અને પરાજય બાદ યુદ્ધ મેદાન માં થી ભાગી ગયો.કુલ 16 વખત હુમલાઓ માં પરાજીત થાય બાદ 17 મી વખત ઘોરી વિજયી થયો.એવું કહેવાય છે કે પૃથ્વી રાજ ને હરાવવામાં અમુક ગદ્દાર અને લાલચુ હિન્દુઓએ ઘોરી ની મદદ કરી જેના લીધે પૃથ્વી રાજ નો પરાજય થયો.
આ વખતે પૃથ્વી રાજ ને બાંધીને અફગાનિસ્તાન ઘોરી સામે લાવવામાં આવ્યું.એવું પણ કહેવાય છે કે ત્યાં તેમને ઇસ્લામ અંગીકાર કરવા કહેવામાં આવ્યું પરંતુ પૃથ્વી રાજે ઇનકાર કર્યો.પૃથ્વી રાજ ઘાયલ હોવા છતાં ઘોરી ની આંખમાં આંખ નાખીને સિંહ ની જેમ જોતા હતા જેનાથી ચિડાઈ ને ઘોરી એ ગરમ સળિયા વડે એમની આંખો ફોડાવી નાખી.આંખો ફોડ્યા બાદ પૃથ્વી રાજ ને ઘોરી સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યો ભારતીય સંસ્કૃતિ વિશે અપમાનિત કરવામાં આવ્યા.તે સમયે પૃથ્વીરાજ નાં જીવન વૃતાંત લખનાર તેમના ખાસ મિત્ર ચંદ બરદાઈ સાથે હતા.ચંદ બરદાઈએ પૃથ્વી રાજ ને તેમની સાથે થયેલા અન્યાય અને અત્યાચાર ની બદલો લેવા તૈયાર કર્યા.
એક દિવસ મોકો મળ્યો.ઘોરી તીરંદાજી સ્પર્ધા આયોજિત કરી હતી .ચંદ બર્દાઈ એ પૃથ્વી રાજ ને ભાગ સ્પર્ધા માં ભાગ લેવા દેવા ઘોરી ને સમજાવ્યા.ઉપસ્થિત બધા દરબારીઓ એ આ વાત સાંભળી ખુબ હાંસી ઉડાવી. તેમનો તર્ક હતો કે આંધળો મનુષ્ય તીરંદાજી કઈ રીતે કરી શકે!
પૃથ્વીરાજે ઘોરી ને કહ્યું કે કાં તો મને મારી નાખો અથવા ભાગ લેવા દો.ચંદ બરદાઇ એ પણ કે એક રાજા હોવાના નાતે તે એક રાજા નાં આદેશ નું જ પાલન કરી શકે.આ વાત થી ઘોરી નું અહમ ઘવાયું અને તેને ભાગ લેવાની સહમતી આપી.
ઘણા સમય બાદ પૃથ્વી રાજ ને બેડીઓ માં થી મુક્ત કર્યો તેમને ધનુષ અને તીર આપવામાં આવ્યા.ઘોરી એ તીર ચલાવવા માટે અવાજ કરી.અને ચંદ બરદાઈ દ્વારા ઘોરી તીર થી ઘોરી નું અંતર બતાવતા સુંદર કવિતા કહેવામાં આવી:
“ચાર બાન્સ ચોવીસ ગજ, અંગુળ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન હે,મત ચૂકે ચોહાણ”
ઘોરી ની બાણ ચલાવવા નીકલેલા શબ્દ ની દિશા પારખી ગયેલા પૃથ્વીરાજ આ વાક્યો સાંભળતા જ વીજળી વેગે તીર છૂટ્યું અને ઉપર બેઠેલા ઘોરી ને આરપાર નીકળી ગયું.ઇતિહાસ માં ઘોરી નાં મૃત્યુ ને લઈને ઘણા વિરોધાભાસ છે કારણ કે વિજેતાઓ એ જ ઇતિહાસ લખ્યા છે અથવા સાચા ઇતિહાસ ભૂસી નાખ્યા છે.પરંતુ એવું કહેવાય છે કે તે સમયે ઘોરી નાં પ્રાણ પખેરું 72 હુરો પાસે પોહોંચી ગયા હતા .
આંખ વગર પણ શત્રુ નો સંહાર કરનાર,વેદિક ભારત નાં અંતિમ સમ્રાટ પૃથ્વીરાજ ચોહાણ ને તેમના જન્મ જયંતી નિમિત્તે શત શત વંદન.