“મહારાણા પ્રતાપ – એક અમર ગાથા”

ન્યુઝ ડે નેટવર્ક.ગાંધીનગર.
9 મે 1540 નો વર્ષ કે જયારે એક જીવતા તેજ એવા મહારાણા નો જન્મ થયો હતો.મહારાજ ઉદયસિંહ અને રાણી જયવંતી બાઈ સા નાં ઘરે આજના દિવસે અજેય દુર્ગ કહેવાતા કુંભળ ગઢ કિલ્લા માં જેમનો જન્મ થયો એ આજીવન અજેય જ રહ્યા.રાજસ્થાન નું અજેય દુર્ગ એટલે કુંભલ ગઢ જ્યાં વિદેશી આક્રમણ કારીઓ ક્યારેય સફળ નાં થયા એ જ કિલ્લા માં એક એવા રત્ન નો જન્મ થયો કે જેની સામે અકબર પણ નિષ્ફળ અને હતાશ થયો હતો.
મહારાણા પ્રતાપ એટલે શત્રુઓ નો કાળ.જે સમય માં ભારત માં મુગલો સાથે સંધી પ્રસ્તાવ પર કેટલાક રાજાઓ રાહ જોતા હતા , એ સમય માં એક શૂરવીર હતા જેમને અકબર સાથે સંધી કરવાની નાં પાડી હતી.નાં પાડનાર હતા વીર મહારાણા.અકબર ને ગુજરાત માં પ્રવેશ કરવા માર્ગ ની જરૂર હતી પરંતુ એ માર્ગ માં મહારાણા જેવા વીર નો સામનો કરવો પડશે એવી એકવાર ને સ્વપ્ન માં પણ ખ્યાલ ન હતો.મહારાણા નાં ઇનકાર પછી પોતાની સેન્ય તાકાત પર અભિમાન નાં નશા માં ચૂર અકબરે યુદ્ધ નો નિર્ણય કર્યો અને એ યુદ્ધ લડાયું હલ્દી ઘાટી માં.
હલ્દી ઘાટી માં આજે પણ માટી નો રંગ એ યુદ્ધ ની સાબિતી આપે છે.
હલ્દી ઘાટી યુદ્ધ નાં પરિણામો વિશે ઇતિહાસકારોએ વિવાદો ઊભા કર્યા છે.પરંતુ સત્ય એ છે કે એ યુદ્ધ માં અકબર પરાજિત થયો.અકબરના સેનાપતિ અને સેન્યા ને મહારાણા ની સેનાએ ધૂળ ચટાવી.આ યુદ્ધ માં મહારાણા નો ચેતક શહિદ થયો.યુદ્ધ માં મળેલા પરાજય બાદ અકબરે સન 1576 માં જૂન થી ડિસેમ્બર સુધી ત્રણ મોટા આક્રમણ કર્યા પણ દરેક વખતે એ પોતાની સેના ને મૌત નાં મુખ માં મોકલવા માટે જવાબદાર બન્યો. ત્રણે વખત એનું સેન્ય નું વિનાશ થયું.
મહારાણા પર આક્રમણ માટે અકબરે શાહબાઝ ખાન નાં નેતૃત્વ માં ત્રણ વાર સેન્ય મોકલ્યું પણ દરેક વખતે એની સેના માર ખાઈને પાછી ફરી.ત્યાર બાદ અકબરે અબ્દુલ રહીમ ખાન ખાના નાં નેતૃત્વ માં સેના મોકલી ,પરંતુ આ વખતે પણ ખરાબ રીતે માર ખાઈને સેના પાછી આવી.અકબર હતાશ થઈને બાંસવાડા થઈ માલવા જતો રહ્યો.અને ત્યાર બાદ થોડા સમય માટે અરબ માં જતો રહ્યો.અકબર સતત 9 વર્ષો સુધી પૂરી તાકાત સાથે મહારાણા પર આક્રમણ કરતો ગયો અને દર વખતે એના સેન્ય ને મૌત નાં મુખ માં નાખી નુકસાન ઉઠાવતો રહ્યો અંતે થાકીને અકબરે મેવાડ તરફ જોવાનું જ છોડી દીધું.
ઇતિહાસ માં જે ખરેખર અજેય રહ્યા એવા મહારાણા પ્રતાપ ને આજના દિવસે કોટી કોટી નમન.