IPL- ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ રોમાંચક મેચ માં મુંબઈ નો 5 રને વિજય.

ન્યુઝ ડે નેટવર્ક.
આઇનપીએલ ની મુંબઈ સામે મેચ માં ગુજરાત નો 5 રને પરાજય થયો.ટોસ જીતીને બોલિંગ પસંદ કરતા મુંબઈ ની ટીમે નિર્ધારિત 20 ઓવર માં 177 રન બનાવ્યા હતા.મુંબઈ તરફથી ઈશાન કિશન નાં સ્ફોટક 45, ટિમ ડેવિડ નાં 44 અને કેપ્ટન રોહિત શર્મા નો 43 રન મહત્વપૂર્ણ હતા તો ગુજરાત તરફથી રશીદ ખાને 2 વિકેટ ઝડપી હતી.
ગુજરાત ની શરૂઆત સારી રહી હતી અને 102 રનની ઓપનિંગ ભાગીદારીએ ગુજરાત નો ખુબ જ સારી શરૂઆત આપી હતી. ગુજરાત ના બંને ઓપનર સહા(55) અને ગિલ (52) મજબૂત પાયો નાખ્યો હતો.એક સમયે સરળ લાગતી મેચ એકદમ થી પલટાઈ હતી બંને ઓપનર એક જ ઓવર માં આઉટ થયા હતા.ત્યાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલર બંને જણાએ મેચ જીવંત રાખી હતી.પણ ખોટી ઉતાવળ માં હાર્દિક પંડ્યા રન આઉટ થયો હતો તે સાથે જ બાજી પલટાઈ હતી. ક્રિઝ પર ઊભા બંને નવા બેટ્સમેન બાઉન્ડ્રી લગાવવામાં નિષ્ફળ રહ્યા હતા.એક છેડે મિલર દ્વારા એક છક્કો લગાવવામાં આવ્યો હતો.અંતિમ ઓવર માં ગુજરાત ને જીતવા 9 રન ની જરૂર હતી પણ રાહુલ તે પણ રન આઉટ થયો હતો.અંતિમ અને નિર્ણાયક ઓવર માં ગુજરાત માત્ર 3 રન લઈ શક્યું હતુ અને મુંબઈ 5 રન થી આ મેચ જીતી ગઈ હતી.
Attachments area