“ગુજરાત સત્તા ની લાલચ માં કેજરીવાલ પ્રાંતવાદ નાં સહારે”

ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
આ દેશ ભૂતકાળ માં પણ રાજનીતિ માં નેતાઓને નિમ્ન સ્તરે જતા જોઈ ચૂક્યો છે પરંતુ ગઈકાલે ગુજરાત ના રાજકારણ માં પહેલી વાર પ્રાંતવાદ નાં બીજ રોપવા માટેના પ્રયત્નો થયા હોય એવી ઘટના બની છે.
ભારત નો સંઘીય ઢાંચો મજબૂત કરવાની જગ્યા એને નુકસાન થાય એવા નિવેદનો કાલે દિલ્લી નાં મુખ્યમંત્રી એ ભરૂચ ની જાહેર સભા માં કર્યા હતા.
ચૂંટણીઓ માટે બધા પક્ષોએ કમર કસી લીધી છે અને બધા જ પક્ષના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત નાં નિયમિત પ્રવાસે આવતા થયા છે.એના જ ભાગરૂપ કાલે ભરૂચ નાં વાલિયા તાલુકા ના ચંદેર ગામમાં જાહેર સભા ને સંબોધતા દિલ્લી નાં મુખ્યંમંત્રી કેજરીવાલ જાણે કે સત્તા ની લાલચ માં પ્રજા અને પ્રજા વચ્ચે ભેદ પાડવા તત્પર હોય તેવું નિવેદન કરી ગયા.દિલ્લી નાં મુખ્યમંત્રી કેજરીવાલે ભાજપ પ્રદેશ પ્રમુખ નાં મહારાષ્ટ્ર નાં હોવાનો સવાલ ઉઠાવ્યો અને ગુજરાત ભાજપ ને ગુજરાતી અધ્યક્ષ નથી મળતા તેવી વાત તેઓ સભા માં કહી ગયા.કદાચ કેજરીવાલે ગુજરાત ની ભુમી પર સત્તા ની લડત માં પડતા પહેલા સરદાર વલ્લભ ભાઈ પટેલ ને બરોબર વાચ્યું હોત તો આઝાદી બાદ રજવાડાઓ ને જોડી ભારત ને એક કરનાર ગુજરાત ના લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલ ની કર્મ ભૂમિ પર આવી ભાગલાકારી વાત ન કરી હોત.દિલ્લી નાં મુખ્યમંત્રીએ આ નિવેદન પર ટ્વીટ પણ કર્યું જેની સામે ગુજરાત ના લોકોની સખત નારાજગી જોવા મળી.
વાત આનાથી અટકી નહિ અને એ જ મંચ પર થી બીટીપી નાં ધારાસભ્ય છોટુ વસાવાએ આપ અને બીટીપી જીતશે તો કેન્દ્ર માં બેઠેલા 2 ભાઈઓ ઘરે આવશે તેવી વાત કરી.છોટુ વસાવાએ વાણી વિલાસ ચૂકતા કહ્યું કે આપડે બધા એ ભેગા થઈ આ નાલાયક લોકો ને સત્તા થી દુર કરવાના છે.
આ ઘટના સમયે ભૂતપૂર્વ વડપ્રધાન ભારત રત્ન અટલજી નાં વાક્યો યાદ કરવા રહ્યા:ચુનાવ આએંગે ઓર જાયેંગે લેકિન યે ભારત રેહના ચાહીએ.સરદાર પટેલ દ્વારા ભારત ને એક કરવા કરેલી મેહનત યાદ રાખવી જોઈએ.
દિલ્લી નાં સીએમ દ્વારા ગઈકાલે અપાયેલા નિવેદન બાદ સોશિયલ મીડિયા માં લોકોનો ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.જ્યારે સત્તા માટે નેતાઓ જ વાણી વિલાસ અને ભારત નો સંઘીય ઢાંચા નું મહત્વ ભૂલતા હોય તો પછી વાણી વિલાસ ની અપેક્ષા ક્યાં રાખવી!