“લખનઉ સામે 20 રન થી પંજાબ નો પરાજય”

ન્યુઝ ડે નેટવર્ક.
પુણે ખાતે રમાઈ ચૂકેલી લખનઉ અને પંજાબ વચ્ચે ની મેચ માં લખનઉ એ અસરકારક બોલિંગ નાં કારણે પંજાબ ને 20 રન થી પરાજિત કર્યું હતું.નિર્ધારિત 20 ઓવર માં લખનઉ ની ટીમે 153 રન બનાવી પંજાબ ને જીતવા 154 રન નું લક્ષ્યાંક આપ્યું હતું.
સામાન્ય જણાતા આ સ્કોર નો પીછો કરવા મેદાન માં આવેલી પંજાબ ની ટીમ ને લખનઉ ની ધારદાર બોલિંગ નો સામનો કરવો પડ્યો હતો અને અંતે પંજાબ ની ટીમ નિર્ધારિત 20 ઓવર માં 8 વિકેટે 133 રન જ કરી શકી હતી.
લખનઉ તરફથી બેટિંગ માં ડી કોક નાં લડાયક 46 રન અને બોલિંગ માં મોહસીન દ્વારા 3 વિકેટ ઝડપી વિજય માં સિંહફાળો નોંધાવ્યો હતો.

IPL માં આજે રોયલ ચેલંજર્સ બેંગલોર સામે ગુજરાત ટાઇટન્સ
અને રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ

આઇપીએલ માં આજે બે મુકાબલા માં બેંગલોર સામે ગુજરાત ની ટીમ વિજય ની સિલસિલો યથાવત રાખવા ઉતરશે.સામે પક્ષે બેંગલોર ની ટિમ બેટ્સમેનો નાં કંગાળ ફોર્મથી થી ચિંતિત છે.જ્યારે કે ગુજરાત ની ટીમ બેટિંગ બોલિંગ બંન્ને પક્ષે પોતાનું ફોર્મ ઝલકાવી રહી છે.અન્ય મુકાબલા માં રાજસ્થાન સામે મુંબઈ ની ટક્કર થશે.અત્યાર સુધી એક પણ મેચ ન જીતી શકનારી મુંબઈ ની ટીમ ઈન ફોર્મ રાજસ્થાન ટીમ સામે ટકરાશે જેમાં જીતવા માટે રાજસ્થાન ફેવરિટ છે.