વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારી મુખ્યમંત્રી ઓ અને રાજ્યની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓની સંયુકત પરિષદમાં સહભાગી થશે ગુજરાત નાં મુખ્યમંત્રી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શનિવાર, તા.૩૦ એપ્રિલ-ર૦રરના નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સવારે ૧૦ વાગ્યે યોજાનારી જોઇન્ટ કોન્ફરન્સ ઓફ ચીફ મિનીસ્ટર્સ એન્ડ ચીફ જસ્ટીસીઝ ઓફ હાઇકોર્ટસમાં સહભાગી થવા નવી દિલ્હી જશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ કોન્ફરન્સમાં કાયદા મંત્રી કિરન રિજ્જુ અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ એન. વી. રમણા સહિત દેશના રાજ્યોના મુખ્યમંત્રી ઓ અને રાજ્યની વડી અદાલતોના મુખ્ય ન્યાયમૂર્તિઓ પણ જોડાશે.