ન્યુઝ ડે નેટવર્ક,ગાંધીનગર.
દેશ વિરોધી તાકતો નું હથિયાર એટલે ડ્રગ્સ અને આ તાકતો નાં લક્ષ્ય પર છે યુવા ધન. દિવસે ને દિવસે આ દેશ વિરોધી તાકતો નાં કરતૂતો બહાર આવી રહ્યા છે.ગુજરાત ની વિવિધ જગ્યા પર થી ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત છે.ગુજરાત સરકાર અને તંત્ર પણ આનાં માટે સજાગ છે.તેના ભાગ રૂપે કાલે પીપાવાવ પોર્ટ પર યાર્ન માં થી 450 કરોડ નું હેરોઇન ઝડપાયું હતું.કંડલા પોર્ટ બાદ પીપાવાવ પોર્ટ પણ ડ્રગ્સ નું લેન્ડિંગ સેન્ટર બન્યું હોય તેવું આ પ્રથમ બનાવ બહાર આવ્યું છે.
પીપાવાવ પોર્ટ ખાતે ઈરાન થી આવેલા શંકાસ્પદ કન્ટેનર ની તપાસ ATS અને DRI દ્વારા કરવામાં આવતા હેરોઇન ડ્રગ્સ ની નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી. આ કન્ટેનર માં દોરા સાથે કોટિંગ કરેલું લગભગ 92 કિલો હેરોઇન મળ્યું હતું જેની આંતરરાષ્ટ્રીય બજાર ભાવ લગભગ 450 કરોડ રૂપિયા થાય છે.
આ કન્ટેનર કોને મોકલ્યું હતું અને આ યાર્ન ની ડિલિવરી કોણ લેવાનું હતું તે અંગે ATS એ તપાસ હાથ ધરી છે.