ન્યુઝ ડે નેટવર્ક.
ઇન્ડીયન પ્રીમિયર લીગ માં રાજસ્થાન રોયલ્સ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા RCB સામે 39 રન થી ભવ્ય વિજય નોંધાવ્યો છે.
ટોસ જીત્યો બાદ બેંગલોર ની ટીમે બોલિંગ માં ઉતારવાનો નિર્ણય કર્યો હતો.રાજસ્થાન ટીમ નાં બેટ્સમેનો નું ફોર્મ જોતા આ નિર્ણય શરૂઆતમાં નુકસાન કારક લાગતું હતું જોકે સીઝન માં રનનો ઢગલો ખડકનાર રાજસ્થાન ની ટિમ આજે પોતાનું ઓરીજીનલ ફોર્મ બતાવવામાં નિષ્ફળ રહી હતી.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન ની ટિમ 20 ઓવર માં રિયાન પરાગ નાં નાબાદ 56 રનો નાં સહારે 144 રન બનાવ્યા હતા.
144 રન ચેઝ કરવા મેદાન માં આવેલી બેંગલોર ની ટિમ મર્યાદિત 20 ઓવર માં સામાન્ય જણાતા સ્કોર ને પણ ચેઝ કરી શકી ન હતી.પૂર્વ ભારતીય કપ્તાન અને બેંગલોર તરફથી ઓપનિંગ કરતા વિરાટ કોહલીએ આજે ફરી દર્શકો ને નિરાશ કર્યા હતા.તેઓ 9 રન નાં સ્કોરે પેવેલિયન પાછા ફર્યા હતા.રાજસ્થાન રોયલ્સ દ્વારા બોલિંગ માં શાનદાર ફોર્મ બતાવતા વિરોધી ટિમ ને 115 રન પર ઓલ આઉટ કર્યું હતું.રાજસ્થાન તરફથી કે.સેને 4 વિકેટ,આર અશ્વિન 3 વિકેટ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ ઝડપી હતી.