નવાબ હવે ED ને આપશે જવાબ

274487812_995083861442860_5000284145512411934_n

ન્યુઝ ડે નેટવર્ક,મહારાષ્ટ્ર સરકાર માં મંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના નેતા નવાબ માલિક ની ૮ કલાક પૂછ પરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ ના બલરામ પુર ના વતની અને ભંગાર ના વ્યવસાય થી શરૂ કરીને રાજનીતિ માં પોહોચેલા નવાબ માલિક ને દાઉદ ઇબ્રાહિમ એટલે કે D ગેંગ સાથે કનેક્શન હોવાના આરોપસર ED ના રડાર પર હતાં.

ઉલ્લેખનીય છે કે પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે નવાબ માલિક અવાર નવાર ચર્ચા માં રહ્યા છે.થોડા સમય પહેલા શાહરૂખ ખાન ના પુત્ર ના કેસ સમયે નવાબ માલિકે તપાસ અધિકારી સમીર વાનખેડે ના ધર્મ બાબતે ટિપ્પણીઓ કરી હતી જે વિવાદાસ્પદ મુદ્દો બન્યો હતો. દાઉદ ઇબ્રાહિમ ગેંગ સાથે કનેક્શન અને મની લોન્ડ્રિંગ જેવા આરોપો સાથે નવાબ માલિક ની આજે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે.હવે નવાબ ED ને આપશે દરેક પ્રશ્નો નો જવાબ.