બીજી T20 માં શ્રીલંકા સામે ભારત નો 7 વિકેટે વિજય

ધર્મશાળા ખાતે રમાઈ રહેલી ભારત શ્રીલંકા વચ્ચે ની બીજી T20 માં ભારતે 7 વિકેટે વિજય મેળવ્યો છે. શ્રીલંકા એ પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવર માં પાંચ વિકેટ ગુમાવી 183 રન બનાવ્યા હતા.શ્રીલંકા તરફથી કેપ્ટન શનાકા 47 ,નીસંકા 75 અને ધનુષ્કા એ 38 રન બનાવ્યા હતા.

184 રન નાં લક્ષ્યાંક સાથે મેદાન માં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ની શરૂઆત સારી રહી ન હતી.ભારતીય સુકાની રોહિત શર્મા 1 અને તેમની સાથે ઓપનિંગ કરનારા ઈશાન કિશન 16 રને સસ્તા માં પેવેલિયન ભેગા થઈ ગયા હતા. બંને દ્વારા 1 પણ બાઉન્ડ્રી લગાવવામાં આવી ન હતી.પરંતુ ત્યાર બાદ શ્રેયસ અય્યર અણનમ 74,સંજુ સેમસન 38 અને રવીન્દ્ર જાડેજા અણનમ 45 ની સ્ફોટક બેટિંગ નાં સહારે ભારતે આ લક્ષ્યાંક 17.1 ઓવર માં જ ચેઝ કર્યો હતો.

274866874_995827451368501_1164612073103780035_n