27 ફેબ્રુઆરી 2002 ગોધરા કાંડ ગુજરાત ને બદનામ કરનારી એક ઘટના

આજથી ૨૦ વરસ ભૂલી નાં શકાય તેવી અત્યંત ક્રૂર ઘટના એટલે ગોધરા કાંડ. સાબરમતી એક્સપ્રેસ માં રામ ભક્તો પરત ફરી રહ્યા હતા ત્યારે અમુક અસામાજિક તત્વો દ્વારા સુનિયોજિત રીતે ગોધરા માં ટ્રેન નાં કોચ માં આગ લગાવી દેવામાં આવી હતી. રામ ભક્તો જીવતા બળી રહ્યા હતા અને બહાર નીકળવા નાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.

આ પછી શરૂ થઈ ગુજરાત માં નાં બનવા જેવી ઘટનાઓ.રાજનીતિ શરૂ થઈ,આરોપ પ્રત્યારોપ શરૂ થયા.વિશ્વ ફલક પર ગુજરાત ને કલંકિત કરવાનો કારસો રચાયો.આર્થિક સામાજિક રીતે ગરવી ગુજરાત ને કઈ રીતે બદનામ કરવું તેવા પ્રયાસો થયા.

આ ઘટના નાં દોષિતો સામે કોર્ટ માં કેસ શરૂ થયા કાર્યવાહી દરમિયાન કેટલા તો કુદરતી રીતે મૌત પામ્યા.ગુજરાત માં ફાટી નીકળેલા કોમી રમખાણો માં જેટલું નુકસાન થયું એના કરતા તકવાદી રાજનેતાઓ દ્વારા ગુજરાત ને બદનામ કરી વધુ નુકસાન કરવામાં આવ્યું.

પરંતુ આ પણ એક ઇતિહાસ છે કે ત્યાર બાદ ગુજરાત માં ક્યારેય તોફાનો નં થયા.૨૦ વર્ષો થી ગુજરાત માં શાંતિ છે અને આ ગુજરાત ની ગોરવમયી પ્રજા ની દેન છે.આ ઘટના ને એટલા માટે યાદ રાખવું જરૂરી છે કે આવનારો ભવિષ્ય આવી ભૂલો નું પુનરાવર્તન ન થાય તેની સંભાળ રાખી શાંતિ થી પ્રગતિ તરફ આગળ વધતુ રહે.